કોચી5 મિનિટ પેહલા
- કૉપી લિંક
આ ઘટના કેરળના મલપ્પુરમમાં બુધવારે રાત્રે 12.30 વાગ્યે બની હતી.
કેરળના મલપ્પુરમમાં એક હાથીએ એક યુવકને સૂંઢથી પકડી લીધો હતો. હાથીએ સૂંઢમાં પકડેલા યુવકને ચાર વખત હવામાં ફંગોળ્યો હતો અને 10 ફૂટ દૂર ઉછાળીને પટક્યો હતો. પીડિતની હાલત નાજુક છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. કેરળના મલપ્પુરમમાં નેરચા નામના તહેવારની ઉજવણી કરવા લોકોની ભીડ જામી હતી. ઉત્સવમાં પાંચ શણગારેલા હાથીઓ લાઈનમાં ઉભા છે. આ દરમિયાન વચ્ચે ઊભેલો પક્કોથ શ્રીકુટ્ટન નામનો એક હાથી ભીડને જોઈને અચાનક રોષે ભરાયો હતો અને આગળ દોડ્યો હતો. આ દરમિયાન ત્યાં ઉભેલા એક વ્યક્તિને સૂંઢથી પકડીને હવામાં ફંગોળ્યો હતો. લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.
આ ઘટના બુધવારે રાત્રે 12.30 વાગે બની હતી. આ અકસ્માત નેરચા નામના સ્થાનિક તહેવાર દરમિયાન થયો હતો. આ ઉત્સવમાં સેંકડો લોકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન ત્યાં હાજર ચારમાંથી એક હાથી ગુસ્સે થઈ ગયો હતો. જે દરમિયાન નાસભાગમાં 17 લોકો ઘાયલ થયા છે.
કેરળના મલપ્પુરમમાં એક હાથીએ એક યુવકને સૂંઢથી પકડી લીધો હતો.
અકસ્માત બાદ ત્યાં હાજર લોકોનું ટોળું જતું રહ્યું હતું. મહાવતે હાથીને કાબૂમાં લીધો હતો.
હવે જાણો સંપૂર્ણ ઘટના… મલપ્પુરમના તિરુરમાં દર વર્ષે નેરચા ઉત્સવ ઉજવવામાં આવે છે. પલક્કડ જિલ્લામાં પટ્ટમ્બી મસ્જિદ ખાતે હજારો લોકો ઉત્સવમાં ભાગ લે છે.
બુધવારે પણ વધુ ભીડ જોવા મળી હતી. તહેવાર દરમિયાન ચાર હાથી લાવવામાં આવ્યા હતા. ચારેય હાથીઓ એક લાઈનમાં ઊભા હતા, જો કે તેમની ઉપર એક મહાવત (હાથીને ચલાવનાર) હતો.
એક હાથી અચાનક આગળ દોડવા લાગ્યો. તે સમયે ઘણા લોકો હાથીની સામે ઉભા હતા. હાથી કાબૂ બહાર જતાં જ નાસભાગ મચી ગઈ હતી. લોકોમાં નાસભાગ મછી ગઈ હતી
આ દરમિયાન એક યુવકને હાથીએ સૂંઢથી પકડી લીધો હતો. હાથીએ યુવકને સૂંઢથી પકડીને હવામાં ફંગોળ્યો હતો. લોકો કંઈ સમજે તે પહેલા હાથીએ તે વ્યક્તિને ફંગોળીને દૂર પટક્યો હતો. જો કે, બાદમાં મહાવતે હાથીને કાબૂમાં લીધો હતો.
આ સમાચાર પણ વાંચો…
દીપડાની પૂંછડીથી પકડીને મહિલાઓ અને બાળકોને બચાવ્યાઃ બોમ્બે નામના ગ્રામીણનો રેસ્ક્યૂ ટીમમાં સામેલ કરવામાં આવ્યો
કર્ણાટકના તુમકુર જિલ્લામાં ‘બોમ્બે’ નામના ગ્રામીણે દીપડાને તેની પૂંછડીથી પકડી લીધો હતો. આમ કરીને તેણે મહિલાઓ અને બાળકોનો જીવ બચાવ્યો હતો. દીપડો ગામના અનેક પશુઓ પર હુમલો કર્યો હતો, જેના કારણે ગ્રામજનો ભયભીત થઈ ગયા હતા. સોમવારે તેણે આ અંગે વન વિભાગને જાણ કરી હતી.