ylliX - Online Advertising Network
31 CMમાં સંપત્તિ મામલે ભૂપેન્દ્ર પટેલ 15મા નંબરે:  'દાદા' સામે એકેય કેસ નહિ, 931 કરોડની સંપત્તિ સાથે ચંદ્રબાબુ સૌથી ધનાઢ્ય, રેવંત રેડ્ડી સામે સૌથી વધુ 89 કેસ - Ahmedabad News

31 CMમાં સંપત્તિ મામલે ભૂપેન્દ્ર પટેલ 15મા નંબરે: ‘દાદા’ સામે એકેય કેસ નહિ, 931 કરોડની સંપત્તિ સાથે ચંદ્રબાબુ સૌથી ધનાઢ્ય, રેવંત રેડ્ડી સામે સૌથી વધુ 89 કેસ – Ahmedabad News


ADR(એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ) તથા નેશનલ ઇલેક્શન વોચ દ્વારા 31 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના અત્યારના મુખ્યમંત્રીઓનાં સોગંદનામાંનું વિશ્લેષણ કર્યું છે. જે-તે મુખ્યમંત્રીએ છેલ્લી ચૂંટણી વખતે જે સોગંદનામું કર્યું છે એ વિશ્લેષણમાં લીધું છે.

.

ચંદ્રબાબુ નાયડુ સૌથી શ્રીમંત મુખ્યમંત્રી વિશ્લેષણ કરેલા 31 મુખ્યમંત્રીમાંથી 2 મુખ્યમંત્રી આંધ્રપ્રદેશ અને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીની મિલકત 100 કરોડ કરતાં વધુ છે. એમાં સૌથી વધુ 931 કરોડની સંપત્તિ સાથે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ નંબર 1 પર છે. તમામ મુખ્યમંત્રીઓની મિલકત મળીને કુલ 1630 કરોડ છે. 31 મુખ્યમંત્રીમાંથી 2 (6%) મહિલા મુખ્યમંત્રી છે. દેશના કુલ 29 મુખ્યમંત્રીઓ કરોડપતિ છે.

10 મુખ્યમંત્રી સામે ગંભીર ગુના આ વિશ્લેષણમાં કુલ 31 મુખ્યમંત્રીમાંથી 13 (42%) મુખ્યમંત્રીઓની સામે ગુના નોંધાયેલા છે. તેમાંથી રાજસ્થાન, ઓડિશા અને દિલ્હીને બાદ કરતાં બાકી તમામ, એટ્લે 10 (32%) મુખ્યમંત્રીઓ સામે ગંભીર ગુના છે, જેમાં હત્યા કરવાનો પ્રયાસ, કિડનેપિંગ, લાંચરુશ્વતના ગુનાઓ અને ગુનાઇત ઈરાદાથી ધમકી આપવી જેવા ગુનાઓ સામેલ છે. સૌથી વધુ 89 કેસ તેલંગાણાના મુખ્યમંત્રીના સામે દાખલ થયેલા છે.

31 મુખ્યમંત્રીની સરેરાશ મિલકત 52.59 કરોડ જ્યારે આ 31 મુખ્યમંત્રીની સરેરાશ મિલકત Rs.52.59 કરોડ છે. મુખ્યમંત્રીઓ પોતાની સરેરાશ મિલકત રૂ.13,64,310, છે, જે ભારતની સરેરાશ માથાદીઠ આવક કરતાં 1,85,854થી 7.3 ગણી વધુ છે. (PIB દ્વારા જાહેર કરાયેલા નેટ નેશનલ ઇન્કમ (NNI) અંગેના ડેટા અનુસાર)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *