Coldplay Concert In Ahmedabad: અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 25મી અને 26મી જાન્યુઆરીએ કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાશે. આ કોન્સર્ટની ટિકિટનું વેચાણ શરૂ થયા બાદ અમુક સમયમાં હજારો ટિકિટ વેચાઈ ગઈ હતી. ત્યારે હવે કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટના કાળા બજારિયા થતું હોવાનું બહાર આવ્યું છે. ચાંદખેડા પોલીસે અક્ષય પટેલ નામની વ્યક્તિને કોલ્ડપ્લેની છ ટિકિટ સાથે ઝડપી પાડ્યો છે, જે આ ટિકિટો ઊંચા ભાવે વેચીને કાળા બજારિયા કરતો હતો.
પોલીસે અક્ષય પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
મળતી માહિતી અનુસાર, ચાંદખેડા પોલીસે અક્ષય પટેલ નામના વ્યક્તિ પાસેથી કોલ્ડપ્લેની 6 ટિકિટ મળી આવી છે. જે 2500 રૂપિયાની 4 અને 4500 રુપિયાની 2 ટિકિટ મળી આવી છે. અક્ષય પટેલ આ 6 ટિકિટ ઊંચા ભાવે વેચી કાળા બજારિયા કરતો હોવાનું સામે આવ્યું હતું. હાવ પોલીસે અક્ષય પટેલની ધરપકડ કરી વધુ તપાસ કરી રહી છે.
કોન્સર્ટના બે દિવસ માટે મુંબઇ-અમદાવાદ વચ્ચે દોડાવાશે બે ખાસ ટ્રેન
ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોલ્ડપ્લે કોન્સર્ટ માટે પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવતી આ ટ્રેન 25મી જાન્યુઆરીએ બાંદ્રા ટર્મિનસથી સવારે 6:15 વાગ્યે ઉપડશે અને બપોરે 2 વાગ્યે અમદાવાદ પહોંચશે. પરત ફરતી વખતે 26મી જાન્યુઆરીએ આ ટ્રેન અમદાવાદથી બપોરે 1:40 વાગ્યે ઉપડશે અને રાત્રે 8:40 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
આ પણ વાંચો: હિમાચલમાં અમદાવાદી યુવતીનું પેરાગ્લાઈડિંગ દુર્ઘટનામાં મોત, પાઈલટ સારવાર હેઠળ
26મી જાન્યુઆરીએ બાંદ્રા ટર્મિનલ- અમદાવાદ વિશેષ ટ્રેન દોડાવાશે. જેમાં ટ્રેન નંબર 09005 બાંદ્રા ટર્મિનલ 6.15 કલાકે બાંદ્રા ટર્મિનલ ઉપડશે અને બપોરના 1 વાગ્યે અમદાવાદ પહોંચાડશે. જ્યારે ટ્રેન નંબર 09006 અમદાવાદ- બાંદ્રા ટર્મિનલ 27મી જાન્યુઆરીના અમદાવાદથી 12.50 કલાકે ઉપડશે અને 8.30 કલાકે બાંદ્રા પહોંચાડશે. વિશેષ ટ્રેનનું બોરીવલી, વાપી, ભરૂચ, વડોદરા સ્ટેશન પર સ્ટોપ આપવામાં આવ્યા છે.